દિલ્હી એમસીડીની મેયર ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પાર્ટીના ઇકબાલ રાજા સિંહ દિલ્હીના મેયર બન્યા છે. ઇકબાલને ૧૩૩ મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર આઠ મત મળ્યા. આઠ મત હોવા છતાં, કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય લીધો હતો.
MCD મેયરની ચૂંટણી જીત્યા બાદ, ભાજપના નેતા રાજા ઇકબાલ સિંહે કહ્યું, “હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હી ભાજપના વડા વીરેન્દ્ર સચદેવ અને અન્ય પક્ષના નેતાઓનો આભાર માનવા માંગુ છું.”
#WATCH दिल्ली: भाजपा उम्मीदवार राजा इकबाल सिंह दिल्ली के नए महापौर चुने गए। pic.twitter.com/vg9z1J45se
— ANI_HindiNews (@AHindinews) April 25, 2025
તેમણે વધુમાં કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે હું શાસક પક્ષ, વિપક્ષ અને કોંગ્રેસ સાથે મળીને કામ કરીશ. દિલ્હીના વિકાસ માટે કોઈપણ ભેદભાવ વિના નિર્ણયો લેવામાં આવશે.”
‘દિલ્હીની સ્વચ્છતા મુખ્ય ધ્યેય છે’
ચૂંટણી જીત્યા બાદ, દિલ્હીના નવા મેયર રાજા ઇકબાલ સિંહે કહ્યું, “મારો મુખ્ય ધ્યેય દિલ્હીની સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરવાનો, કચરાના પહાડો દૂર કરવાનો, પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો અને દિલ્હીના લોકોને તમામ મૂળભૂત અને આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનો રહેશે. આપણે બધા સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે મળીને કામ કરીશું.”

