ભાગેડુ નીરવ મોદીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે ગુરુવારે ભાગેડુ ભારતીય હીરા વેપારી નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણ સુધી જામીન પર મુક્ત થવાની અરજી ફગાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેંકમાં થયેલા મોટા કૌભાંડમાં કથિત સંડોવણીની વિગતો જાહેર થાય તે પહેલાં 2018 માં ભારતથી ભાગી ગયેલા નીરવ મોદી માર્ચ 2019 થી કસ્ટડીમાં છે. તેમના વકીલ કહે છે કે 55 વર્ષીય મોદીએ કોઈપણ ખોટું કામ કર્યાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે.

પીએનબી બેંક સાથે છેતરપિંડીનો આરોપ
તમને જણાવી દઈએ કે નીરવ દીપક મોદી ૧૯ માર્ચ, ૨૦૧૯ થી યુકેની જેલમાં છે. યાદ કરી શકાય છે કે નીરવ મોદી એક ભાગેડુ આર્થિક ગુનેગાર છે, જે પંજાબ નેશનલ બેંક સાથે ૬૪૯૮.૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના CBI બેંક છેતરપિંડીના કેસમાં ભારતમાં ટ્રાયલ માટે વોન્ટેડ છે.
નીરવ મોદીની આ ત્રીજી જામીન અરજી છે.
યુકે હાઈકોર્ટ દ્વારા ભારત સરકારની તરફેણમાં તેમના પ્રત્યાર્પણને પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે. યુકેમાં અટકાયત બાદ આ તેમની 10મી જામીન અરજી છે, જેનો CBI દ્વારા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ, લંડન દ્વારા સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો.

