શુક્રવારે ન્યુઝીલેન્ડના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં એક ભૂ-રાજકીય મહાકાય દેશ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.
નવી દિલ્હીના અનંત એસ્પેન સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં, પીટર્સે એર ન્યુઝીલેન્ડ અને એર ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, તેનો હેતુ 16 રૂટ પર કોડશેર કરારની શક્યતા શોધવાનો છે. આ બંને દેશો વચ્ચે પ્રવાસન, શૈક્ષણિક અને વ્યવસાયિક સંબંધોને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. તેમણે વધુમાં કહ્યું કે બંને દેશો મજબૂત દ્વિપક્ષીય સંબંધો તેમજ સંરક્ષણ સંબંધો બનાવવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે. પીટર્સે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ કરાર પર પણ પ્રકાશ પાડ્યો.

ન્યુઝીલેન્ડ નેવી કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ 150નું નેતૃત્વ કરે છે
તેમણે કહ્યું કે, ન્યુઝીલેન્ડ નેવી હાલમાં કમ્બાઈન્ડ ટાસ્ક ફોર્સ 150નું નેતૃત્વ કરી રહી છે, જેનું કામ મહત્વપૂર્ણ વેપાર માર્ગોનું રક્ષણ કરવાનું અને હિંદ મહાસાગર અને એડનની ખાડીમાં આતંકવાદ, દાણચોરી અને ચાંચિયાગીરી સામે લડવાનું છે. આ મિશનમાં ભારતની ભૂમિકા આપણા વધતા વ્યૂહાત્મક સહયોગનો મજબૂત સંકેત છે.
વિન્સ્ટન રાહુલને પણ મળ્યા
ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા. બંને નેતાઓએ પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. પીટર્સ સાથેની મુલાકાત દરમિયાન, ગાંધીની સાથે લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ પણ હતા.

