લગ્નની વર્ષગાંઠ પર દરેક કપલ માટે એક ખાસ પ્રસંગ છે, જે તેમના જીવનની સુંદર ક્ષણોને તાજી કરે છે. આ દિવસ એ યાદોને ઉજવવાનો છે જ્યારે તેઓએ એકબીજા સાથે જીવન વિતાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ દિવસે પતિ-પત્ની ઘણીવાર એકબીજાને સરપ્રાઈઝ આપવા માટે કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરે છે.
વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને પ્રેમભર્યા અને રોમેન્ટિક સંદેશા મોકલવા એ તમારી લાગણીઓ વ્યક્ત કરવાની એક સરસ રીત છે. જો તમે પણ તમારી લાગણીઓને શબ્દોમાં રજૂ કરવા માટે યોગ્ય સંદેશ શોધી રહ્યા છો, તો અહીં કેટલીક સુંદર અને ખાસ શુભેચ્છાઓ છે, જે તમારા પાર્ટનરને ખૂબ ખુશ કરી શકે છે.
સાત ફેરાથી બંધાયેલું પ્રેમનું બંધન,
જીવનભર આમ જ બંધાયેલું રહે,
કોઈની નજર ન લાગે તમારા પ્રેમને
અને તમે દર વર્ષે આમ જ વર્ષગાંઠ મનાવતા રહો.

હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,
તારૂં ને મારૂં પણ બની જાય સર્વસ્વ આપણું,
તેવો રહે ભાવ સદા તેવી ઈશ્વર ને અરજ સાથે લગ્નજીવનની શુભેચ્છાઓ
સપ્તપદીના ફેરાના વચનો અમે સાંભળ્યા હતા ઘણીવાર,
પણ આજે તમો થકી અમે જોયા હતા એ નિભાવી જાણનાર.


પાગલ છું એટલે તારી બધી વાત માનું છું એવું નથી,
બસ તારી ખુશીથી વધુ સારું મારા માટે બીજું કશું નથી.

મારા સપનાંની વ્યક્તિને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છા.
મારા પ્રેમ, જીવનમાં તમારી સાથે ચાલવું મારા માટે ખૂબ મોટી બાબત છે.
દરેક મુશ્કેલીમાં, તમારે એકબીજા સાથે રમવું જોઈએ,
તમે બંને જીવન હસતાં હસતાં હસતાં રહ્યાં!

