દેશ-દુનિયામાં જાણીતા પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીના નિધનના સમાચાર મળી રહ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હતું. આજે સવારે 9:00 વાગે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે રાખવામાં આવી રહી છે.

મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન
ભાવનગર મહુવા જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. ભાવનગર મહુવાના તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરાશે.
અહીં ઉલ્લેખનીય છે કે નર્મદાબેનની તબિયત થોડા સમયે ખરાબ હતી, તથા બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનની ઉંમર લગભગ 75 વર્ષ હતી.

તલગાજરડામાં શોકની લાગણી
નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.

