મુંબઈથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈના ઝોન-5માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના શૂટિંગ સ્થળે એક શકમંદ ઘૂસ્યો અને તેણે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે કથિત રીતે ધમકી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિને તરત જ પકડી લેવામાં આવ્યો અને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.મિડ ડે અનુસાર, પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, શંકાસ્પદ સેટ પર પહોંચવામાં સફળ થયો જ્યાં સલમાન ખાન શૂટ કરવાનો હતો.

મુંબઈ પોલીસે જણાવ્યું કે સલમાન ખાન દાદર પશ્ચિમમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એક ચાહક શૂટિંગ જોવા માંગતો હતો, પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને તેમ કરવા દીધું ન હતું. ગુસ્સામાં આ વ્યક્તિએ લોરેન્સ બિશ્નોઈનું નામ લીધું, ત્યારબાદ ગાર્ડે પોલીસને બોલાવી અને તેને પોલીસને હવાલે કર્યો. આ વ્યક્તિ મુંબઈનો રહેવાસી છે.
બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.તમને જણાવી દઈએ કે સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. એનસીપી નેતા બાબા સિદ્દીકીની વિજયાદશમીની સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ત્રણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરિતે લીધી હતી. જો કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. સલમાન ખાનના ઘરે પણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
સલમાનના ઘરની બહાર ફાયરિંગ
NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સલમાન ખાન બાબા સિદ્દીકીની નજીક માનવામાં આવે છે. તેની હત્યા બાદ સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે.લોરેન્સ બિશ્નોઈ 1998ના કાળિયાર કેસને લઈને સલમાન ખાનથી નારાજ છે. આ કારણથી તે સલમાન ખાનને મારવા માંગે છે. એક ટીવી ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે જો સલમાન ખાન માફી માંગે તો હું કંઈ નહીં કરીશ. આ વર્ષે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ પણ થયું છે.

