દેશમાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ વરસાદે તબાહી મચાવી છે તો કેટલીક જગ્યાએ બરફનું તોફાન છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા અને વરસાદના કારણે તબાહી મચી ગઈ છે. બંને રાજ્યોમાં હાલમાં શું પરિસ્થિતિ છે? આ અંગે ઘણા વીડિયો સામે આવ્યા છે.
ઉત્તરાખંડના ચમોલીમાં બરફનું તોફાન છે. આ કારણે બદ્રીનાથથી 4 કિમી દૂર માના ગામ પાસે અચાનક ગ્લેશિયર તૂટી ગયું, જેના કારણે 57 કામદારો દટાઈ ગયા. કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં 16 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. દહેરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બરફવર્ષા અને વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
#WATCH | Kullu, Himachal Pradesh | Visuals from Kullu district, where torrential rain in lower areas for the last 24 hours caused flash floods and landslides. Efforts to retrieve damaged vehicles are underway.
The administration has issued an alert to the people living in the… pic.twitter.com/5hhif7eaVm
— ANI (@ANI) February 28, 2025
કુલ્લુમાં ભારે વરસાદ
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં છેલ્લા 24 કલાકથી સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પૂર અને ભૂસ્ખલન થયું છે. વિવિધ સ્થળોએ પહાડો પરથી પથ્થરો પડી રહ્યા છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. વરસાદના પાણીમાં ઘણા વાહનો ધોવાઈ ગયા હતા.
#WATCH | Heavy snowfall continues near Mana in Chamoli district of Uttarakhand.
57 labourers engaged in snow clearance near Mana trapped after an avalanche hit the area. 10 labourers have been rescued; search and rescue mission for the remaining persons is underway.
(Video… pic.twitter.com/BpFHWVgXbA
— ANI (@ANI) February 28, 2025
ચમોલી ભૂસ્ખલન પર સીએમ ધામીએ શું કહ્યું?
ચમોલી ભૂસ્ખલન બચાવ કામગીરી અંગે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરી શકાતો નથી. કામદારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીએમ અને ગૃહમંત્રીના કાર્યાલય પણ તેમના સંપર્કમાં છે.

