Sultan of Oman : ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમના ત્રીજા કાર્યકાળની શરૂઆત પર અભિનંદન પાઠવ્યા છે. સુલતાને ઓમાન અને ભારત વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો અને ભારતના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની શુભેચ્છાઓ આપી. મોદીએ હાર્દિક શુભેચ્છાઓ બદલ તેમનો આભાર માન્યો હતો.

11 જૂન, 2024
બંને નેતાઓએ બંને દેશોના પરસ્પર લાભ માટે ભારત-ઓમાન ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ આગામી ઈદ-ઉલ-અઝહા પર્વ પર તેમને અને ઓમાનના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તમને જણાવી દઈએ કે 9 જૂને મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

