Surat : જિલ્લામાંથી પસાર થતી 765 કેવીની વીજ લાઇન ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને પગલે મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાવર ગ્રીડ દ્વારા જે 765 કેવીની લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે તે ખેડૂતોની મંજૂરી વગર કે પછી કોઈપણ પ્રકારની માહિતી આપ્યા વગર જ આ લાઈનના થાંભલા નાખવામાં આવી રહ્યા છે.

બનાવની વિગતો જોઈએ તો, ખેડૂતો જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ વીજલાઇનથી કેટલા ખેડૂતોને અસર થશે, કેટલા વિસ્તારમાં આ પાવર ગ્રીડની લાઇન નાખવામાં આવી રહી છે તેની કોઈ પણ પ્રકારની માહિતી કંપની દ્વારા આપવામાં આવી રહી નથી.
આ ઉપરાંત ખેડૂતો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા કલેકટર દ્વારા પાંચ થી દસ ખેડૂતોને અલગ અલગ નોટિસ આપીને આ બાબતે રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે પરંતુ કંપની તરફથી કોઈ પણ પ્રકારની માહિતી હજુ પણ ખેડૂતોને આપવામાં આવી રહી નથી. 765 કેવીની વીજ લાઈન પસાર થશે આ બાબતે કંપની દ્વારા પણ કોઈ પણ પ્રકારે નોટિસ બહાર પાડી નથી.
ખેડૂતો દ્વારા આ પાવર લાઈનનો વિરોધ કરવામાં આવતા પાવર ગ્રીડ કંપની દ્વારા જિલ્લા કલેકટરને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટર દ્વારા ખેડૂતોને નોટિસ આપીને રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો વલસાણથી સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીમાં વારે સૂત્ર ચાર સાથે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ખેડૂતો દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા કે. ‘જાન દેંગે જમીન નહીં દેંગે, 765 કેવીની નાખવાની કામગીરી બંધ કરો બંધ કરો’ ના પણ નારા લગાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરીમાં ખેડૂતોના વિરોધને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તમામ ખેડૂતો સાથે પોલીસ સાથે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી અને ત્યારબાદ ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

