Bengal: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ઉલુબેરિયા મતવિસ્તારમાંથી એક BSF જવાનને ચૂંટણી ફરજ પરથી હટાવી દીધો છે. વાસ્તવમાં BSF જવાન પર છેડતીનો આરોપ છે. રવિવારે સાંજે એક મહિલાએ ઉલુબેરિયા પોલીસ સ્ટેશનમાં જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે તેને ચૂંટણી ફરજ પરથી હટાવી દીધો છે. અમે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જો દોષી સાબિત થશે, તો કાયદા મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે.”

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 695 ઉમેદવારો મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે લગભગ 30,000 પોલીસ કર્મચારીઓ ઉપરાંત કેન્દ્રીય દળોના 60,000થી વધુ જવાનોને તૈનાત કર્યા છે.

