RCB vs SRH: IPL 2024ની 41મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને હતી. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ પહેલા રમાયેલી મેચમાં RCB ટીમને 25 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ માટે વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદીની ઇનિંગ રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 35 રને જીતી લીધી હતી.


