આ વખતે IPLની નવી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ બદલાયેલી નજરે પડી રહી છે. RCB IPL 2025માં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા જઈ રહ્યું છે. ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આ વખતે દિલ્હી કેપિટલ્સનો ભાગ છે હવે જોવાનું એ રહે છે કે RCBનો નવો કેપ્ટન કોણ હશે? આ વખતે મેગા ઓક્શનમાં RCBએ ત્રણ ખતરનાક ખેલાડીઓને ખરીદ્યા છે, જે એક જ ક્ષણમાં મેચનો માર્ગ બદલી શકે છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓ આ વખતે ટીમને પ્રથમ ટ્રોફી મેળવી શકે છે.
1. જોશ હેઝલવુડ
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને આ વખતે મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 12.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેઝલવુડ ફરી એકવાર RCB તરફથી રમવા માટે તૈયાર છે. હેઝલવુડે આઈપીએલમાં 12 મેચ રમી છે, જેમાં તેના નામે 12 વિકેટ છે. હાલમાં આ ખેલાડી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતો, પરંતુ ઈજાના કારણે આ ખેલાડી ત્રીજી મેચ બાદ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. અત્યાર સુધી આ ખેલાડીની તબિયત અંગે કોઈ લેટેસ્ટ અપડેટ સામે આવ્યું નથી.

2. ફિલ સોલ્ટ
IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર ઓપનર ફિલ સોલ્ટ આ વખતે RCBનો ભાગ છે. મેગા ઓક્શનમાં RCBએ આ વિસ્ફોટક બેટ્સમેનને 11.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ફિલ એક વિકેટકીપર બેટ્સમેન છે, તેથી સોલ્ટ ટીમમાં વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેનની ગેપને ભરતો જોવા મળશે.
3. લિયામ લિવિંગસ્ટોન
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન ગત સિઝનમાં પંજાબ કિંગ્સ ટીમનો ભાગ હતો, પરંતુ આઈપીએલ 2024 તેના માટે કંઈ ખાસ નહોતું. જે બાદ પંજાબ કિંગ્સે મેગા ઓક્શન પહેલા આ ખેલાડીને છોડવાનો નિર્ણય લીધો હતો, મેગા ઓક્શનમાં RCBએ લિયામને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે નવી સિઝનમાં આરસીબીના ચાહકો અને ફ્રેન્ચાઈઝી આ ખેલાડી પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.

