“ શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા“ નાગરવેલ હનુમાન , અમરાઈવાડી અમદાવાદથી નીકળી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ગાંધીનગરના અમરનાથ ધામ પહોચી હતી. આ વર્ષે 11મી કાવડ પદયાત્રામાં 4,000 થી વધુ કાવડિયાઓ કાવડ લઈ, એક સરખા ભગવા વસ્ત્રો અંગીકરણ કરી, ૫૫ કિલોમીટરની પદયાત્રામાં જોડાયા હતા. તેઓ અમરનાથ ધામમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરી ધન્ય થયા હતા. બધા કાવડીયા અમદાવાદથી ફૂલ વરસાદમાં ખુલ્લા પગે 55 કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ કાવડયાત્રાનું મહત્વનું આકર્ષણ હતું 20 ફૂટ લાંબુ કાવડ જેમાં 12 કળશ લગાવી હતી.

આ કવાડને 10 કાવડિયાઓ દ્વારા પદયાત્રા કરાવી હતી. બીજું આકર્ષણ ભગવાન શિવની પ્રતિમા એક કાવડિયાએ ખભા ઉપર બેસાડી 55 km ની પદયાત્રા કરી હતી. ત્રીજું આકર્ષણ ભગવાન શિવની ધ્યાન મુદ્રા વાળી મૂર્તિ જે પાલખીમાં લાવ્યા હતા . અને ચોથું આકર્ષણ ભગવાન ભોલેનાથ ના બાર જ્યોતિર્લિંગની શેષનાગની બનેલી 751 દીવડાની મહા આરતી. આમ આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા સુખરૂપ સમ્પન થઈ હતી

