આણંદ. વાસદ-બગોદરા હાઇવે પર તારાપુર નજીક મંગળવારે બપોરે પ્લાસ્ટિકના ક્રેટ્સથી ભરેલી એક મીની ટ્રકમાં અચાનક આગ લાગી.
વાસદ-બગોદરા હાઇવે પર તારાપુર નજીક મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ પ્લાસ્ટિકના ક્રેટ્સથી ભરેલી એક મીની ટ્રકમાં અચાનક આગ લાગી.

મીની ટ્રકમાંથી ધુમાડો નીકળતો જોઈને ડ્રાઇવરે રસ્તાની બાજુમાં મીની ટ્રક રોકી અને ટ્રકમાંથી બહાર નીકળી સલામત સ્થળે ગયો.
આંખના પલકારામાં મીની ટ્રક આગની લપેટમાં આવી ગઈ. માહિતી મળતાં તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અગ્નિશામક સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો.

