ગુજરાતના મોરબી જિલ્લામાં હળવદ-માલિયા હાઇવે પર સ્થિત એક કાગળના ગોદામમાં રવિવારે અચાનક આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે આકાશ ધુમાડાથી ભરાઈ ગયું. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
#WATCH | Gujarat: Fire breaks out at a paper godown on the Halvad-Maliya highway in Morbi. Firefighting operation is underway
More details awaited pic.twitter.com/URFHJQNy5V
— ANI (@ANI) May 4, 2025
રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીના માળિયા હળવદ રોજ પર અણિયારી ટોલનાકા પાસે લિમિટ પેપર મીલમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ મીલના ગોડાઉનમાં રહેલા વેસ્ટ પેપરના જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગના બનાવમાં મેજર કોલ જાહેર કરાયો હતો. આગ બુઝાવવા માટે મોરબી, ધ્રાંગધ્રા અને હળવદથી ફાયરના વાહનો દોડાવાયા હતાં. આ ઉપરાંત રાજકોટ ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવાઈ હતી.
20 હજાર ટન વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાક
લિમિટ પેપર મીલમાં આગ લાગવાને કારણે 20 હજાર ટન વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. જેના કારણે કંપનીમાં અંદાજે 20 કરોડનું નુકસાન થયુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ફાયર વિભાગની ટીમોએ આગનો કોલ મળતાંની સાથે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબુમા લેવા માટે જહેમત ઉઠાવી હતી. પરંતુ પેપર મીલમાં પેપરના જથ્થામાં આગ લાગી હોવાથી તે વિકરાળ બની હતી અને ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતાં.

