Karnataka Petrol- Diesel Price : કર્ણાટકમાં ઈંધણના ભાવને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આજે બીજેપી અને જેડીએસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ, તેમને રાજ્ય સરકાર સામે વિરોધ કરવાની જરૂર નથી. તેઓએ કેન્દ્ર સામે વિરોધ કરવો જોઈએ.
સીએમએ વધુમાં કહ્યું કે, “નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી પેટ્રોલનો ભાવ રૂ. 72.26 થી વધીને રૂ. 104 અને ડીઝલનો ભાવ રૂ. 57.72 થી વધીને રૂ. 92 થયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવ્યા ત્યારે પીએમ મોદીની સરકાર કિંમતોમાં વધારો કર્યો છે.”

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નાગરિકોને આશ્વાસન આપ્યું હતું
આ પહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નાગરિકોને ખાતરી આપી હતી કે સરકાર ઈંધણના ભાવ વાજબી રાખવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કર્ણાટકના સુધારેલા દરો હજુ પણ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યો કરતાં વધુ પોસાય છે.

