એરલાઇન સેક્ટરનું સૌથી મોટું મર્જર થવાનું છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપની એર ઈન્ડિયા અને સિંગાપોર એરલાઈન વિસ્તારા ટૂંક સમયમાં મર્જ થશે. આ મર્જર બાદ પણ મુસાફરોને તમામ સુવિધાઓ સરળતાથી મળી જશે એટલે કે મુસાફરોને અપાતી સેવા પર કોઈ અસર નહીં થાય.
એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જર પછી શું બદલાશે? એર ઈન્ડિયાએ આ જાણકારી આપી. એર ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મુસાફરોને તમામ માહિતી આપી હતી.
મર્જર પછી ફ્લાઇટ કોડ બદલાશે
એર ઈન્ડિયાની પોસ્ટ અનુસાર, મર્જર બાદ વિસ્તારાના ફ્લાઈટ કોડમાં ફેરફાર થશે. હવે વિસ્તારાનો ફ્લાઈટ કોડ એર ઈન્ડિયા ફ્લાઈટ કોડના ખાસ 4 અંકોથી શરૂ થશે. આ 4 અંકનો પહેલો અંક ‘2’ હશે.
ઉદાહરણ આપતાં એર ઈન્ડિયાએ કહ્યું કે હાલમાં વિસ્તારાનો કોડ ‘UK 955’ છે, પછી તે મર્જર પછી AI 2955 બની જશે. કોડ બદલાયા બાદ મુસાફરો બુકિંગ વખતે સરળતાથી ફ્લાઇટને ઓળખી શકશે.

આ સિવાય એર ઈન્ડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે મર્જર બાદ ક્લબ વિસ્તારાના સભ્યોને એર ઈન્ડિયાના ‘ફ્લાઈંગ રિટર્ન્સ’ પ્રોગ્રામમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તે જ સમયે, વિસ્તારાની ‘ફ્લાઈંગ રિટર્ન્સ’ પણ નવા અવતાર ‘મહારાજા ક્લબ’માં બદલાઈ જશે.
સમય બદલાશે નહીં
ઘણા મુસાફરોને લાગ્યું કે મર્જર પછી ફ્લાઇટના સમયમાં ફેરફાર થશે. ફ્લાઈટના સમયને લઈને એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ઓપરેશનના રૂટ અને ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સિવાય ફ્લાઈટના અનુભવમાં કોઈ ફેરફાર થશે નહીં.
એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરની તારીખ
એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર 12 નવેમ્બર 2024ના રોજ થશે. મર્જર બાદ સિંગાપોર એરલાઈન્સ પાસે નવા યુનિટમાં 25.1 ટકા હિસ્સો હશે. તમને જણાવી દઈએ કે આ મર્જર વિસ્તારા, ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે.

