લાંબા સમય પછી, કેએલ રાહુલ એક ખેલાડી તરીકે આઈપીએલમાં રમશે. કારણ કે રાહુલ ઘણા વર્ષોથી IPLમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આગામી સિઝન માટે તેને એક નવી ટીમ મળી છે. કેએલ રાહુલ પહેલી વાર દિલ્હી કેપિટલ્સ માટે ભાગ લેશે. જોકે, કેએલ રાહુલના નામે એક મોટો રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે. તે IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે શેન વોટ્સનને પાછળ છોડી શકે છે.
કેએલ રાહુલ માટે મોટી તક
દિલ્હી કેપિટલ્સ માટે કેએલ રાહુલ ઓપનિંગ કરે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, જો તે ઓપનિંગ કરશે તો તેની પાસે શેન વોટસનનો રેકોર્ડ તોડવાની સારી તક હશે.

હકીકતમાં, રાહુલે અત્યાર સુધી IPLમાં ૧૩૨ મેચોમાં ૧૮૭ છગ્ગા ફટકાર્યા છે. જ્યારે શેન વોટસનના નામે ૧૪૫ મેચમાં ૧૯૦ છગ્ગા છે. જો રાહુલ આ સિઝનમાં 4 છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે શેન વોટ્સનને પાછળ છોડી દેશે. આ ઉપરાંત, રાહુલ આ સિઝનમાં 13 છગ્ગા ફટકારતાની સાથે જ ખાસ ક્લબમાં પ્રવેશ કરશે. તે આઈપીએલમાં ૨૦૦ કે તેથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓની યાદીમાં જોડાશે. અત્યાર સુધી IPLના ઇતિહાસમાં ફક્ત 10 બેટ્સમેનોના નામે 200 કે તેથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. તે જ સમયે, કેએલ રાહુલ હાલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ૧૨મા સ્થાને છે.
IPLના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ
સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પહેલું નામ ક્રિસ ગેઇલનું છે. તેણે ૧૪૨ મેચમાં ૩૫૭ છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા 257 મેચમાં 280 છગ્ગા સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે વિરાટ કોહલી 252 મેચમાં 272 છગ્ગા સાથે છે. આ ઉપરાંત, એમએસ ધોની ૨૫૨ છગ્ગા સાથે ચોથા સ્થાને છે, જ્યારે એબી ડી વિલિયર્સ ૨૫૧ છગ્ગા સાથે પાંચમા સ્થાને છે.

