રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS અને HDFC બેંક ભારતની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ છે. એક્સિસ બેંકની બેંકિંગ શાખા બર્ગન્ડી પ્રાઇવેટ અને હુરુન ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં જણાવાયું છે કે ભારતની ટોચની 500 કંપનીઓનું સંયુક્ત મૂલ્ય $3.8 ટ્રિલિયન છે, જે ભારતના પોતાના GDP અને સંયુક્ત આરબ અમીરાત, ઇન્ડોનેશિયા અને સ્પેનના GDP કરતા વધુ છે.
ટોચની 10 કંપનીઓનું સંયુક્ત મૂલ્ય સાઉદી અરેબિયાના GDP કરતાં પણ વધુ છે. આ બધી કંપનીઓએ સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 કરતાં વધુ સારો દેખાવ કર્યો છે, જે અનુક્રમે 27 ટકા અને 30 ટકા વધ્યા છે, જ્યારે કંપનીઓની સરેરાશ વૃદ્ધિ 40% હતી.
હુરુન ઇન્ડિયા 500 ની યાદીમાં ટોચની 10 કંપનીઓ અને તેમનું મૂલ્ય
૧. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
મૂલ્ય: ₹૧૭,૫૨,૬૫૦ કરોડ
૨.ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)
મૂલ્ય: ₹૧૬,૧૦,૮૦૦ કરોડ
૩. HDFC બેંક
મૂલ્ય: ₹૧૪,૨૨,૫૭૦ કરોડ

૪. ભારતી એરટેલ
મૂલ્ય: ₹૯,૭૪,૪૭૦ કરોડ


૫. આઈસીઆઈસીઆઈ બેંક
મૂલ્ય: ₹9,30,72 કરોડ
૬. ઇન્ફોસિસ
મૂલ્ય: ₹૭,૯૯,૪૦ કરોડ
7. આઇટીસી
મૂલ્ય: ₹૫,૮૦,૬૭૦ કરોડ
૮. લાર્સન & ટુબ્રો
મૂલ્ય: ₹૫,૪૨,૭૭૦ કરોડ
9. HCL ટેક્નોલોજીસ
મૂલ્ય: ₹૫,૧૮,૧૭૦ કરોડ
૧૦. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)
મૂલ્ય: ₹૪,૭૦,૨૫૦ કરોડ
હુરુન ઇન્ડિયા 500 યાદી વિશે રસપ્રદ તથ્યો
અબજોપતિ ગૌતમ અદાણીના અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું મૂલ્ય 13 ડિસેમ્બર સુધીમાં રૂ. 2,73,530 કરોડ હતું, જ્યારે નવ લિસ્ટેડ કંપનીઓ ધરાવતા સમગ્ર અદાણી ગ્રુપનું મૂલ્ય 13.40 લાખ કરોડ હતું. તેની સરખામણીમાં, અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સનું મૂલ્ય રૂ. ૧૯.૭૧ લાખ કરોડ હતું.
ટાટા સન્સ સૌથી મૂલ્યવાન ઔદ્યોગિક કંપની છે
ટાટા સન્સ ૧૫ કંપનીઓ સાથે સૌથી મૂલ્યવાન ઔદ્યોગિક કંપની હતી, જે ૩૭% વધીને રૂ. ૩૨.૨૭ લાખ કરોડ થઈ હતી. ટોચની 500 કંપનીઓના કુલ મૂલ્યમાં આ જૂથનો હિસ્સો 10% છે.
સૌથી ઝડપથી વિકસતી કંપની
બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ વાર્ષિક ધોરણે (YoY) 297% ની મૂલ્ય વૃદ્ધિ સાથે યાદીમાં સૌથી ઝડપથી વિકસતી કંપની હતી. આ પછી આઇનોક્સ વિન્ડ અને ઝેપ્ટોનો વારો આવ્યો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ભારતની સૌથી મૂલ્યવાન નોન-લિસ્ટેડ કંપની છે. ૨૦૨૪ માં તેનું મૂલ્ય ૨૦૧% વધીને ₹૪.૭ લાખ કરોડ થવાની ધારણા છે.


