તમારા પગાર પ્રમાણે તમને કેટલી પર્સનલ લોન મળી શકે છે તે જાણો
પૈસાની તાત્કાલિક જરૂર પડે ત્યારે, નોકરિયાત વર્ગ પહેલા પર્સનલ લોન લેવાનું પસંદ કરે છે.
આનું કારણ બેંકો દ્વારા વ્યક્તિગત લોન આપવામાં આવતી સરળતા છે. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે બેંકો કયા આધારે વ્યક્તિગત લોન આપે છે.
તમને જણાવી દઈએ કે બેંકો તમારા પગાર અથવા આવકને ધ્યાનમાં રાખીને પર્સનલ લોનની રકમ નક્કી કરે છે. પગાર પ્રમાણે તમને કેટલા પૈસા મળી શકે છે ચાલો જાણીયે
ઉદાહરણ તરીકે, ધારો કે તમારો માસિક પગાર 50 હજાર રૂપિયા છે, તો બેંક તમને મહત્તમ 13 લાખ રૂપિયા સુધીની લોન આપી શકે છે.
જોકે, આ માટે એ જરૂરી છે કે તમારા પર અન્ય કોઈ લોન અને EMIનો બોજ ન આવે. જો બીજી લોન હશે તો રકમ ઓછી થશે.
જો તમારો પગાર માસિક ૭૦ હજાર રૂપિયા છે તો બેંકો ૧૮ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપી શકે છે.
પર્સનલ લોન એલિજિબિલિટી કેલ્ક્યુલેટર પરથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારા પગાર પ્રમાણે તમને કેટલી પર્સનલ લોન મળી શકે છે.
ઓનલાઈન સર્ચ કરવાથી, તમને ઘણી બેંકોના પર્સનલ લોન એલિજિબિલિટી કેલ્ક્યુલેટર મળશે. તેના દ્વારા તમે તમારી યોગ્યતા ચકાસી શકો છો.