IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની ફાઈનલ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમે આ સિઝનની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમને 36 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પેટ કમિન્સને હૈદરાબાદ ટીમની ફ્રેન્ચાઇઝીએ આ સિઝન માટે યોજાયેલી ખેલાડીઓની હરાજી દરમિયાન 19 કરોડ 50 લાખ રૂપિયામાં ટીમનો ભાગ બનાવ્યો હતો અને તે પછી તેણે ટીમની કપ્તાની પણ સોંપી હતી. આ સિઝનમાં હૈદરાબાદનું મેદાન પર વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું હતું. હૈદરાબાદની ટીમ ફાઇનલમાં પહોંચવાની સાથે, કમિન્સ હવે આઈપીએલના ઈતિહાસમાં કેપ્ટનોની ખાસ યાદીનો ભાગ બની ગયો છે.

આઈપીએલમાં વિદેશી કેપ્ટન તરીકે ફાઈનલ રમનારા ખેલાડીઓ
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પેટ કમિન્સની કેપ્ટન્સીમાં આ સિઝનની શરૂઆત કરી હતી, ત્યારે તેને પ્રથમ મેચમાં 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી હૈદરાબાદે શાનદાર વાપસી કરી હતી અને પ્રથમ 7 મેચમાંથી 5માં જીત મેળવી હતી. આ પછી, પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું. હૈદરાબાદ લીગ તબક્કામાં બીજા ક્રમે રહી હતી. જોકે, પ્રથમ ક્વોલિફાયર મેચમાં તેમને KKR સામે એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. પેટ કમિન્સ હવે આઈપીએલના ઈતિહાસમાં 9મો વિદેશી કેપ્ટન બની ગયો છે, જેની કેપ્ટન્સીમાં ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
આઈપીએલ ઈતિહાસમાં વિદેશી કેપ્ટન તરીકે ફાઇનલમાં પહોંચેલા ખેલાડીઓ
- શેન વોર્ન – રાજસ્થાન રોયલ્સ (2008)
- એડમ ગિલક્રિસ્ટ – ડેક્કન ચાર્જર્સ (2009)
- ડેનિયલ વેટોરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (2011)
- જ્યોર્જ બેઈલી – કિંગ્સ ઈલેવન પંજાબ (2014)
- ડેવિડ વોર્નર – સનરાઇઝર્સ હૈદરાબાદ (2016)
- સ્ટીવ સ્મિથ – રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (2017)
- કેન વિલિયમસન – સનરાઇઝર્સ હૈદરાબાદ (2018)
- ઈયોન મોર્ગન – કોલકાતા નાઈટ રાઈડર્સ (2021)
- પેટ કમિન્સ – સનરાઇઝર્સ હૈદરાબાદ (2024)

