ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) એ નવેમ્બર 2024 સત્ર માટે CA ફાઈનલ પરિણામની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી છે. ICAI દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, CA ફાઇનલ નવેમ્બર 2024ના પરિણામો 26મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
જે ઉમેદવારોએ CA ની ફાઈનલ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઈટ icai.org પર ઘોષણા કર્યા પછી તેની તપાસ કરી શકે છે. તમે મુલાકાત લઈને તમારું ICAI CA ફાઈનલ નવેમ્બરનું પરિણામ જોઈ શકશો.
![]()
“નવેમ્બર 2024 માં આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલ પરીક્ષાઓનું પરિણામ ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (મોડી સાંજે) ના રોજ જાહેર થવાની સંભાવના છે અને ઉમેદવારો દ્વારા વેબસાઇટ icai.nic.in પર ચકાસી શકાય છે,” સત્તાવાર સૂચનામાં જણાવાયું છે.
“એ નોંધવું જોઇએ કે ઉપરોક્ત વેબસાઇટ પર પરિણામ જોવા માટે ઉમેદવારે તેનો/તેણીનો નોંધણી નંબર અને રોલ નંબર દાખલ કરવો પડશે,” તે જણાવે છે.

