National News
Somnath Express: રાજસ્થાન અને જમ્મુ વચ્ચે ચાલતી ટ્રેન સોમનાથ એક્સપ્રેસને લઈને પોલીસને એક અજાણ્યો કોલ આવ્યો હતો, ફોન કરનારે દાવો કર્યો હતો કે ટ્રેનમાં બોમ્બ છે. જેના કારણે સોમનાથ એક્સપ્રેસ ટ્રેનને ફિરોઝપુર ખાતે 6 કલાક રોકી દેવામાં આવી હતી. Somnath Express

Somnath Express
તમામ મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા
બોમ્બની માહિતી મળ્યા બાદ રેલ્વે પ્રશાસને ઉતાવળમાં સોમનાથ એક્સપ્રેસને સવારે 7.42 કલાકે કાસુ બેગુ રેલ્વે સ્ટેશન પર રોકી હતી. તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તે ફેક કોલ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં, પંજાબ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પછી, પશ્ચિમ બંગાળ પોલીસે દક્ષિણ 24 પરગણા જિલ્લામાંથી નકલી કોલ કરનાર આરોપીની ધરપકડ કરી. સોમનાથ એક્સપ્રેસ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ તાવી સ્ટેશન અને રાજસ્થાનના ભગત કી કોઠી રેલ્વે સ્ટેશન વચ્ચે ચાલે છે. Somnath Express
Biriyani Man Arrested : મહિલા પર આ પ્રકારની ટિપ્પણી કરવી પડી મોંઘી, YouTuber અભિષેક રબીની કરાઈ ધરપકડ

