Kanchanjunga Express Accident: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 8 થયો છે. 25 ઘાયલ હોવાનું કહેવાય છે. NDRF અને SDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલી છે. દરમિયાન, રેલવેએ મુસાફરોની મદદ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે.
રંગપાની સ્ટેશન પાસે એક માલગાડીએ પાછળથી આવતી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ અધિકારીઓને યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધરવા માટે કહેવામાં આવ્યું છે.
આ અકસ્માત ન્યૂ જલપાઈગુડીથી 7 કિલોમીટરના અંતરે થયો હતો.
જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ ન્યૂ જલપાઈગુડીથી માત્ર 7 કિલોમીટર દૂર છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો બિહાર, બંગાળ અને આસામના છે. આને ધ્યાનમાં રાખીને, એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે, જેથી ઘાયલ મુસાફરોને તાત્કાલિક મદદ કરી શકાય અને તેમના પરિવારજનોને દરેક અપડેટ વિશે માહિતી મળી શકે.
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
સિયાલદા હેલ્પ ડેસ્ક નંબર:-
- 033-23508794
- 033-23833326
- ગુવાહાટી હેલ્પ ડેસ્ક નંબર:-
- 03612731621
- 03612731622
- 03612731623
- લમડિંગ હેલ્પ ડેસ્ક નંબર
- 03674263958
- 03674263831
- 03674263120
- 03674263126
- 03674263858
કટિહાર હેલ્પ ડેસ્ક નંબર
- 6287801805
- 09002041952
- 9771441956
નવું બોંગાઈગાંવ સ્ટેશન હેલ્પ ડેસ્ક નંબર
- 9435021417
- 9287998179
- અલુઆબારી રોડ હેલ્પ ડેસ્ક નંબર- 8170034235
- કિશનગંજ હેલ્પ ડેસ્ક નંબર- 7542028020 અને 06456-226795
- દાલખોલા હેલ્પ ડેસ્ક નંબર- 8170034228
- બારસોઈ હેલ્પ ડેસ્ક નંબર- 7541806358
- SAMSI હેલ્પ ડેસ્ક નંબર- 03513-265690, 03513- 265692
દાર્જિલિંગના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ અભિષેક રોયે જણાવ્યું કે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે છે. કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5ના મોત અને 30 ઘાયલ થયાના અહેવાલ છે. આ અકસ્માત સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બન્યો હતો.
ઘટનાસ્થળે હાજર ડીએમ-એસપી
સ્થળ પર અરાજકતાનો માહોલ છે. તમામ મુસાફરો કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને બહાર આવી ગયા છે. જો કે, રેલ્વે અધિકારીઓ સતત આશ્વાસન આપી રહ્યા છે કે બચાવ કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. બોગી હજુ પણ ટ્રેક પર છે. આ દુર્ઘટના બાદ ઘણી ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે. આ ટ્રેક પરથી પસાર થતી ઘણી ટ્રેનો અલગ-અલગ સ્ટેશનો પર ઊભી રહે છે. દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બચાવ કાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે. ડીએમ અને એસપી ઘટનાસ્થળે હાજર છે.


