તેલંગાણાના હૈદરાબાદમાં હનુમાન મંદિરની અંદરથી માંસના ટુકડા મળી આવ્યા બાદ તણાવ ફેલાયો છે. માહિતી મળતાં જ વિસ્તાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના હૈદરાબાદના ટપ્પાચબુતરા વિસ્તારમાં સ્થિત ઝીરા હનુમાન મંદિરમાં બની હતી. અહીં અજાણ્યા બદમાશોએ કથિત રીતે મંદિરની અંદર શિવલિંગ પાછળ માંસના ટુકડા ફેંકી દીધા હતા. આ ઘટનાથી ભક્તો પરેશાન થઈ ગયા અને તેમણે પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

આ ઘટના પર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું, ‘હૈદરાબાદમાં આ ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવી જ ઘટનાઓ પહેલા પણ બની છે. પોલીસ કહે છે કે કોઈ કૂતરો અને બિલાડી માંસ લાવ્યા છે. આ તેમનો સામાન્ય ખુલાસો બની ગયો છે, અમે કાર્યવાહીની માંગ કરીએ છીએ.
દરમિયાન, ડીસીપી ચંદ્ર મોહને કહ્યું, ‘અમને મંદિર પરિસરમાં શિવલિંગ પાસે માંસ હોવાની માહિતી મળી હતી.’ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. અમને શંકા છે કે કોઈ પ્રાણી માંસ અંદર લાવ્યું હશે, કારણ કે દરવાજા બંધ હતા. અમે સીસીટીવી કેમેરા ચકાસી રહ્યા છીએ. વધુ માહિતી આપવામાં આવશે.

